Bestmotivationalstatus.com
વિકી-કેટનાં ભવ્ય લગ્નની માહિતી
લગ્નની અંદર ગુલાબની પાંખડીઓથી બધા મહેમાનોનું સ્વાગત થશે. કર્ણાટક-થાઇલેન્ડ-તાઇવાનથી શાકભાજી લાવવામાં આવી છે.
વિકી 9 ડિસેમ્બરે બપોરે 1 વાગે સહેરો બાંધશે, 3 વાગે મંડપમાં આવશે
“
75000 હજાર રૂપિયાની 30 કિલો દ્રાક્ષ થાઇલેન્ડથી મગાવવામાં આવી
ફતેહ દરવાજા આગળ મહેમાનોનું સ્વાગત ગુલાબની પાંખડીઓની વર્ષાથી થશે. આ સાથે જ સારંગી પર રાજસ્થાની લોકગીતની ધૂન વાગશે
મુંબઈથી મહેમાનો માટે ખાસ ચાર ડઝન ક્રોકરી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત 300 ક્રોકરીના સેટ પણ મંગાવવામાં આવ્યા છે.
થાઇલેન્ડ, બ્રાઝીલ, ફિલિપાઇન્સ તથા તાઇવાનથી ફ્રૂટ્સ તથા શાકભાજી આવ્યું છે. તાઇવાનથી મશરૂમ આવ્યા છે તો ફિલિપાઇન્સથી એવોકેડો આવ્યા છે. લસણ બેંગલુરુથી તો ડુંગળી નાસિકથી આવ્યા છે.
લગ્ન બાદ વિકી તથા કેટરીના ચૌથ માતાનાં મંદિરે દર્શન માટે જઈ શકે છે. અહીં માન્યતા છે કે લગ્નની તમામ વિધિ માતાનાં દર્શન બાદ જ પૂરી થાય છે.